ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકા વિકાસ અધિકારીશ્રીને ધરમપુર તાલુકામાં વાસ્મો દ્વારા જળ સે નળ યોજના અંતર્ગત કરવામાં આવેલ કામગીરીમાં ખુબજ મોટો ભષ્ટાચાર કરવા આવેલ હોવાનું બહાર આવ્યું છે જેના કારણે પહેલા વરસાદે જ લોકોને ખુબ જ હાલાકી પડવાનું ચાલુ થઇ ગયું છે.
Decision Newsને કલ્પેશ પટેલ જણાવે છે કે ધરમપુર તાલુકામાં જળ સે નળ યોજનાની યોગ્ય ચકાસણી કરવામાં આવે તો ધરમપુર તાલુકાનો સૌથી મોટો ભષ્ટાચાર દેખાઈ રહ્યો હોવાનુ મનાય છે કારણ કે ફક્ત પાઇપ દાટી દેવાથી અને નળો લાગાવી દેવાથી પાણી આવી જતું નથી, જેથી વાસ્મો સાથે સંકલન કરી તાત્કાલિક જ્યાં ખાડાઓ પડયા છે ત્યાં GSP અથવા ગરાવલ વહેલી તકે નાખી આપવામા આવે નહીં તો પ્રજના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અને મારી ફરજના ભાગ રૂપે જન આંદોલન કરવાની ફરજ પડછે જેની નોંધ લેવી.
આ બાબતે યોગ્ય તપાસ અને તાત્કાલિક કાર્યવાહી કરી નિરાકરણ કરવા બાબતે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને જાણ કરવામાં આવે છે











