ચીખલી: થોડા દિવસો અગાવ ઘોડવણી ગામમાં બે બાઇક વચ્ચે અકસ્માતમાં થયો હતો જેમાં બાઇક ચાલકોને ઇજાની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પણ બાઈક ઘટના સ્થળે જ રસ્તાની બાજુમાં આવેલી દુકાનમાં રાખવામાં આવી હતી ત્યાર આ બાઇકમાંથી અગત્યના સ્પેરપાર્ટ ચોરાય જવાનો કિસ્સો સામે આવ્યો છે.
તોરણવેરા હનુમાન ફળિયા ગામના હિતેન્દ્રભાઈ મહેશભાઈ ગાવિત દ્વારા ખેરગામ પોલીસ સ્ટેશનમાં લખાવેલી ફરિયાદ પ્રમાણે ગત 30મી મેના રોજ ચીખલી તાલુકાના ઘોડવણી ગામે પલ્સર અને યુનિકોન બાઈક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઇકચાલકો ઇજાગ્રસ્ત સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા અને બાઇક ઘટના સ્થળે આવેલી દુકાન મૂકવામાં આવી હતી. પરંતુ ગત 11 જૂનના રોજ રાત્રિના સમયે પલ્સર બાઈકને અજાણ્યા શખસોએ ઘટના સ્થળેથી ઉચકી લઈ ગાડીમાંથી ગાડીના બંને ટાયર ચેનસેટ, શોપક્ષર સહિતનો કિંમતી સામાન ચોરી કરી ગયા હોવાનું જણાય છે.
પલ્સર બાઈકના કિંમતી સ્પેરપાર્ટ ચોરી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ફરિયાદી દ્વારા કરવામાં આવી રહી છે.











