પારડી: આઝાદી મળ્યાના વર્ષોથી પારડી તાલુકાના અંબાચ ગામના કાચન ફળીયાના રસ્તાની જમીન બાબતે જે વિવાદ ચાલતો હતો તેનો ગઈકાલે તાલુકા પંચાયતના સદસ્યની સુઝબુઝ અને સરપંચ સમજદારીથી નિવારણ કરી દેવામાં આવ્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ પારડી તાલુકાના પંચાયત સદસ્ય અંકિત પટેલ અને ગ્રામપંચાયતના સરપંચ શ્રી મનીષાબેન તથા ડેપ્યુટી સરપંચ શ્રી ભાવેશભાઈ દ્વારા અંબાચ ગામના કાચન ફળીયાના રસ્તાની જમીન બાબતે જે વિવાદ ચાલતો હતો તેને લઈને જમીન માલિકને રજુઆત કરાઈ હતી અને માલિકને સમજાવી આ સમસ્યાનું કાયમી નિવારણ લાવી દેવામાં આવ્યું છે.
આ વિવાદ ખતમ થતાં જ અંબાચના કાચન ફળીયામાં રહેતા અંદાજે 200 જેટલા લોકોની રસ્તા બાબતની સમસ્યા દુર થઇ ગઈ હતી જેને લઈને ફળિયાના લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. આ ગામ અને હોદ્દેદારો પરથી બોધપાઠ લઇ જે ગામમાં રસ્તાની જમીનના ફરિયાદ ઉઠે છે તે નિવારી શકાય.











