દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ડાંગ: સાપુતારાથી શામગહાન માર્ગ પર ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા કેરીનો જથ્થો ભરીને જતી ટ્રક ખીણમાં પલટી મારી ગયા હોવાની અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં જંગી નુકસાન થયુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ કર્ણાટકથી કેરીનો જથ્થો ભરી બરોડા તરફ જઈ રહેલ KA-40-A-0887 ટ્રક જે સાપુતારાના શામગહાન માર્ગના ઘાટ પર ચાલકે અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક બેકાબુ થઇ અને માર્ગની સાઈટમાં આવેલી ઊંડી ખીણમાં પલટી મારી ગઈ હતી  આ અકસ્માતમાં ટ્રકનો ખુરદો ગયો હતો અને મોટા પ્રમાણમાં નુકસાન થયા હોવાનું લોકો જણાવે છે.

અ અકસ્માતમાં કેરીનો જથ્થો વેરવિખેર થઇ ગયો હતો અને ચાલક અને ક્લીનરને નાની મોટી ઇજાઓ થઇ હોવાથી  બંનેને તાત્કાલિક સારવાર માટે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવામાં આવ્યા હતા.