વઘઈ: શિરડીથી વાયા સુરત થઇ બગસરા જતી ST બસ વઘઈ નજીક મકરધ્વજ મંદિર પાસે વરસાદના કારણે લપસણા થયેલા ડામર રોડ પરથી સાઈટમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં સવાર 40 જેટલાં મુસાફરો ઘાયલ થયા હોવાની જાણવા મળ્યું છે.
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી મુજબ ગઈકાલે રાત્રે વઘઈ નજીક મકરધ્વજ મંદિર પાસે વરસાદના કારણે લપસણા થયેલા ડામર રોડ પરથી G-J 18-Z-7669 નંબરની બસ સાઈટમાં ઉતરી જતા અકસ્માતની ઘટના બનવા પામી હતી ઘટના સ્થળ પર હાજર સુત્રોના જણાવ્યા અનુસાર બસમાં સવાર 40 જેટલા મુસાફરોને ઈજા થવા પામી હતી. જેને વઘઈ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. રાહતની વાત એ બની કોઈ કોઈ જાનહાની થઇ ન હતી.











