કેવડીયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ગરૂડેશ્વર તાલુકા સેવાસદન સુધીના વિસ્તારના રોડ રસ્તાની સફાઈ માટે BVG કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો પરંતુ હવે સત્તા મંડળ દ્વારા VMC ને મશીનોથી સફાઈ કરવા માટે કોન્ટ્રાકટ અપાતા મેનપાવર દ્વારા સફાઈ કરવામાં આવતી હતી તે BVG નો કોન્ટ્રાકટ રદ થતા 150 થી વધુ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા જેને કારણે 150 પરિવારોની રોજગારી બંધ થઈ જતાં છેલ્લા 11 દિવસથી ધરણ પર બેઠા હતા.

કેવડીયા ખાતે ફરી નોકરીએ રાખવાની માગ સાથે ધરણાં પર બેઠેલા કર્મચારીઓના સમર્થનમાં અને આદિવાસી મહાસંમેલન અને રેલી આજે યોજાનાર હતી જેની મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ SOU સત્તા મંડળ દ્વારા આ કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી નથી જેથી કેવડીયા કોલોની વિસ્તારમાં આ કાર્યક્રમ ન થાય તેના માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. અને ધરણાં પર બેઠેલા કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા છે.

આજ મુદ્દે સ્થાનિક લોકોનું કહેવું છે કે, આજ રોજ કેવડીયા ખાતે આદિવાસી મહાસંમેલન કરી આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવા માટે સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ નર્મદા જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી અને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં VVIP કાર્યક્રમ હોવાને કારણે પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી પોલીસ ફોર્સ ન હોવાથી પરમિશન આપી શકાય નહિ તેવો જવાબ મળ્યો છે ત્યારે અમારો સવાલ છે કે કાર્યક્રમ ન થાય તે માટે પોલીસ કાફલો ક્યાં થી ખડકી દેવામાં આવ્યો??

શું આદિવાસી સમાજને પોતાની માંગને લઈને શાંતિપૂર્ણ રીતે રજુઆત અને સંમેલન કરવાનો અધિકાર નથી ?

આજે સરકાર અને અધિકારીઓના દિવસો છે 2022 વિધાન સભા આવે છે ત્યારે અમારા દિવસો આવશે, આદિવાસી બાહુલ્ય ધરાવતો નર્મદા જિલ્લો અને અનુસૂચિ 5 વિસ્તાર હોવા છતાં પણ પોલીસ બંધારણ અને સુપ્રીમ કોર્ટ થી ઉપર હોઇ તેવું વર્તન કરે છે. 2011નું કોર્ટનું જજમેન્ટ છે કે આ દેશના માલિક 8 ટકા આદિવાસીઓ છે પરંતુ આ દેશના મુળ માલિકો સાથે જાણે અન્ય દેશ માંથી આવ્યા હોઇ તેવું વર્તન કરે છે, એ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહિ અમે કાનૂની લડાઇ લડીશું પણ આ બંધારણ વિરોધી માનસિકતા ધરાવતા નેતાઓ અને અધિકારીઓ સામે લડત ચાલુ રહેશે.

વધુમાં જણાવ્યું હતું કે, સરકાર આદિવાસી સમાજની જમીન છીનવી, દુકાનો હટાવી, હવે નોકરી માંથી કાઢી મૂકી ઘર વિહોણા બનાવી રહી છે. પરંતુ યાદ રાખે આ સત્તા કાયમી નથી રહેવાની આજે પોલીસ આગળ કરી ડરાવવાની કોશિષ થઈ રહી છે પરંતુ હવે અમે પણ 2022માં વોટ થી ચોટ આપીશું.