બીલીમોરા: હવે આવનાર થોડા દિવસમાં ગુજરાતમાં શાળાઓ ખુલી રહી છે ત્યારે ગતરોજ સાંજના સમયમાં ગણદેવી તાલુકામાં આવેલાં યુથ ઓફ ધોડિયા સમાજ બીલીમોરા ગણદેવી વિભાગ રાહતદરે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ સાંજના સમયમાં ગણદેવી તાલુકામાં આવેલાં યુથ ઓફ ધોડિયા સમાજ બીલીમોરા ગણદેવી વિભાગ દ્વારા ગતરોજ સાંઈબાબા મંદિર હોલ સોનગઢ રોડ ગોહારબાર, બીલીમોરા ખાતે શનિવાર સમયે સાંજે 4-થી 6 સુધી રાહતદરે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ નોટબુક વિતરણ ધોરણ 1થી ધોરણ 12 સુધીના ફક્ત ધોડિયા સમાજના વિદ્યાર્થી માટે જ હતું જેમાં દરેક વિદ્યાર્થીઓ માર્કશીટની અસલ તથા ઝેરોક્ષ લઈને આવ્યા હતા.











