ભીલાડ: ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સરકાર દ્વારા વિવિધ લોક વિકાસના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ ઉમરગામ તાલુકાના ભીલાડ ગ્રામ સચિવાલય ખાતે ૮માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ ઉમરગામ તાલુકાના ભીલાડ ગ્રામ સચિવાલય ખાતે ૮માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં ૧૭૯૩ લાભાર્થીઓએ સરકારશ્રી ની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષશ્રી ચિંતનભાઈ પટેલ, ઉમરગામ નાયબ મામલતદાર શ્રી ચિરાગભાઈ પટેલ, એ.ટી.ડી.ઓ શ્રી કિશોરભાઈ મોરે, ભીલાડ પંચાયતના વહીવટદારશ્રી સુખદેવભાઈ, તલાટી કમ મંત્રીશ્રી મુકેશભાઈ પ્રજાપતિ, તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા.