કપરાડા: આજરોજ કપરાડાના બસ ડેપોમાં વહેલી સવાર એક મુસાફરી કરવા આવેલ મહિલા માટે કાલરૂપ બનીને આવી હોય તેમ ડેપોમાંની GJ-18-Z-3666 નંબરની એક બસ રીવસ લેતા આ મહિલાના પગ પર ચઢી ગયાનો ગંભીર અકસ્માત સર્જાયો હતો જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.
Decision Newsને ઘટના સ્થળ પર હાજર મુસાફર પરથી મળેલી માહિતી મુજબ 6:00 થી 7:30ના સમયગાળામાં ડેપોમાંની GJ-18-Z-3666 નંબરની બસ રીવસ લેતા આ મહિલાના પગ પર ચઢી ગયાનો આ ગંભીર અકસ્માત સર્જાયો હતો હાલ મહિલા વલસાડ સિવિલ હોસ્પિટલ હેઠળ સારવારમાં છે અને ત્યાં પણ સ્થિતિ ખુબ જ નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
હાલમાં આદિવાસી વિસ્તારોમાં અકસ્માતોની સંખ્યા ખુબ જ વધી રહી છે ત્યારે લોકોએ થોડી સાવચેતી રાખવાની જરૂરીયાત લાગી રહી છે એમ કહી શકાય.