ઉમરપાડા: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી એલસીબીના PI ને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં LCB ના PI દીપક કોરાટેને સસ્પેન્ડ કરી અટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની માંગણી કરી હતી.
જુઓ વિડીયો..
આપણે જાણીએ છીએ તેમ 31 મે નવસારી જિલ્લાના લુંસિકુઈ મેદાન ખાતે GEB આઉટસોર્સિંગના કર્મચારીઓના હક અધિકારની માગણી માટે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવાની હતી. પરંતુ ત્યાં LCB ના PI દીપક કોરાટે વાસદા ચીખલીના આદિવાસી ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલને જે આદિવાસી સમાજના દરેક પ્રશ્નોને વાચા આપતા હોય છે. જેને આયોજનપૂર્વક ગળાના ભાગને હાથની કોણીથી દબાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હોય, જેના આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આદિવાસી સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઇ રહી છે. આવું કૃત્ય કરનાર LCB ના PIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે એવી અમારી આપ સાહેબશ્રી પાસે માંગણી છે.
આ પ્રસંગે ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઇ વસાવા, જગતસિંહ, નટવરસિંહભાઈ વસાવા, ધારાસીંગ વસાવા, જીમ્મી વસાવા, સોહનલાલ, દલપત, હીરાલાલ વસાવા વગેરે કાર્યકરો ઉપસ્થિત રહીને મામલતદારને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.