કપરાડા: વલસાડની 181 વિધાનસભા કપરાડામાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું વાજતે ગાજતે હવે મેદાનમાં આવી રહી છે… આદિવાસી સમાજ હવે ત્રીજો વિકલ્પ શિક્ષિત યુવાનો અને જાગૃત મતદારોનો મિજ્જ પણ જોવા મળી રહ્યો છે.
હાલમાં કોંગ્રેસ હરેશભાઈ પટેલ અને વસંતભાઈ પટેલ પોતાની દાવેદારી કરી રહ્યા હોય એવું કોંગ્રેસ ના કાર્યકરોમાં ચર્ચા કરવામાં આવી રહી છે.કોંગ્રેસમાં હાલમાં દેશમાં રાજ્ય જિલ્લા કે તાલુકા કક્ષાએ કોઈપણ સંગઠન કે જવાબદાર કોઈપણ મતદારોનો બેલી નથી વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભાની બેઠક ઉપર સક્ષમ નેતાઓ કાર્યકરોનો અભાવને કારણે ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળશે નહીં એવી લોક ચર્ચાઓ થઈ રહી છે. મતદારો પોતાના મત કઈ દિશામાં હવામાન મુજબ જઈ શકશે ?
ગુજરાત માં આગામી ડિસેમ્બર 22 માસ પેહલા ધારાસભ્યની ચૂંટણી યોજાય એમ છે હાલમાં જોકે ભાજપ પક્ષ દ્વારા અતિ સંવેદનશીલ નીતિ અને નિયમો સાથે ચાલનારો પક્ષ છે વલસાડ જિલ્લામાં એકમાત્ર કપરાડા વિધાનસભાની ચૂંટણીમાં ભારે ઉત્સાહિત નેતાઓ અને મતદારો જોવા મળી રહ્યા છે. આ વખતે કપરાડામાં પણ અનેક ટીકીટની રેશમાં મુરતિયાઓ છે જે મન કી બાત ભલે કહી શકતાના હોય પણ મનમાં તો ટીકીટ મેળવવા માટે આક્સ પાતાળ એક કરવા માટેની અત્યારથી તૈયારીઓ અને રણનીતિ પણ ઘડી લીધી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ વખતે કપરાડા વિધાનસભા બેઠક પર ભાજપમાં વૈકુંઠ નાનુંને ભગતડા ઝાઝા જેવો ઘાટ છે. હાલના રાજય કેબિનેટ મંત્રી જીતુભાઇ ચૌધરી રિપીટ થાય એવી શક્યતા ઓ ભરપૂર રહી છે.
હાલમાંતો બીજી તરફ એમની સાથે ગુલાબભાઈ રાઉતના નામની ચર્ચાઓ ઉઠી છે કે એક મંત્રીના ખાસ વ્યક્તિઓ હોવાની ચર્ચાઓ થઈ રહી છે જ્યારે એ.પી. એમ. સી. પ્રમુખ મુકેશ પટેલ પણ ટીકીટની રેસમાં હોવાનું ચર્ચામાં છે. એક ભાજપના વરિષ્ઠ નેતા પોતાની ઉંમર અભાવને લઈને ભત્રીજા માટે ગાંધીનગર સુધી ચક્કર મારી આવ્યા હોવાનું બહાર આવ્યું છે. તો બીજી તરફ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂકેલા અને રમેશભાઈ ગાંવિતનું નામ પણ ચર્ચાના ચકડોળે છે બીજી તરફ તાલુકાના પ્રમુખ મોહનભાઈ ગરેલનું નામની પણ ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. યુવાન કાર્યકરોમાં હાલની પરિસ્થિતિમાં શિક્ષિત ઉમેદવારને ટિકિટ મળવી જોઈએ જેમાં ચર્ચાઓ ચાલી રહ્યા છે. ગત ટર્મમાં સેન્સ લેવા સમયે અનેક લોકોના સેન્સ લેવાયા હતા પણ જીતુભાઇ ચૌધરી ભાજપમાં આવી જતા અનેક ટીકીટ વાંચ્છુકો ઓના સપના ધૂળમાં મળી ગયા હતા જ્યારે ગત વર્ષે ટીકીટમાં કપાઈ ગયેલા બમણા જોરે ટીકીટ લેવા નીકળે તો નવાઈ નહિ ….

