ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામના પટેલ ફળીયામાં રહેતા રાહુલભાઈ (લાલુ) ઈશ્વરભાઈ પટેલ નામના યુવાને લગભગ 3: 00 વાગ્યાની અજાણ્યા કારણોસર આસપાસ લીમડાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરીને લીધાની ઘટના સામે આવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલીના માંડવખડક ગામના પટેલ ફળીયામાં રહેતા રાહુલભાઈ (લાલુ) ઈશ્વરભાઈ પટેલ નામના યુવાને 3: 00 વાગ્યાની અજાણ્યા કારણોસર આસપાસ ગામના સીમાડે (બરડા પર) લીમડાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને જીન્દગી પોતાની જિંદગી ટુંકાવી લીધાની ઘટના ઘટિત થઇ છે.
આ બનાવ અંગેની જાણકારી બીજા ગામના યુવકો દ્વારા ગામના લોકોને જાણવા મળી કે ગામના સીમાડે (બરડા પર) લીમડાના ઝાડ પર કોઈ યુવાને ફાંસો ખાધાની હાલતમાં છે આ વિષે ત્યાર બાદ નજીકમાં દુકાન ચલાવતા દુકાનદાર દ્વારા આગેવાનોને જાણ કરાઈ અને ત્યાર બાદ ગામના સૌ લોકો ઘટના સ્થળ પર પોહચી ગયા હતા ત્યાર બાદ રૂમલા પોલીસચોકી પર જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પંચ કેસ કરી લાશને નીચે ઉતારી હતી પોસ્ટમોર્ટમ માટે લાશને રૂમલા સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે હવે આ બનાવ વિશેની સાચી હકીકત તો પોલીસ તપાસમાં જ સામે આવશે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

