નવસારી: ગતરોજ નવસારીના BTTSના પ્રદેશ મહામંત્રી પંકજ પટેલ, જિલ્લા પ્રમુખ પંકજ સી. પટેલ, એડવોકેટ પરેશ વાટવેચા, મયુર પટેલ, હિતેશ પટેલની આગેવાનીમાં આર્ટ્સના અભ્યાસના પુસ્તકમાં આદિવાસી સમાજ વિશે બિભત્સ શબ્દો લખ્યા હોય તે ખાનગી કંપની વિરુદ્ધ કડક પગલાં લેવાનું આવેદનપત્ર કલેકટરશ્રીને આપવામાં આવ્યું હતું.

પંકજ પટેલ જણાવે છે કે ગુજરાતમાં આદિવાસી લોકોની 15 % કરતા વધુ વસ્તી છે અને તેનો અનુસૂચિત જનજાતિ તરીકે સંવિધાને સ્વીકાર કરવામાં આવ્યો છે તથા દેશના ઇતિહાસના પાનાં ઉલટાવીએ તો અનુસૂચિત જનજાતીના લોકો દેશના મુળ નિવાસી હોવાના પુરાવા મળે છે. અને આ મૂળ માલિકો એટલે આદિવાસી સમાજમાં લોકો ભુખે મરી જવાનું પસંદ કરશે પરંતુ વેશ્યાગમન જેવા અનૈતિક ધંધામાં કયારેય જવાનું પસંદ કરતા નથી, તેમ છતાં અને સમાજમાં આદિવાસી ધર્મ પ્રત્યે ધૃણાની ભાવના પેદા આ કહેવાતા ઉજળીયાત સમાજના લેખકો અને પ્રકાશકો આદિવાસી સમાજને વારંવાર વિવિધ રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરતા રહે છે જે હવે પછી ક્યારેય ચલાવી નહિ લેવાય.

તેમણે વધુમાં કહ્યું કે કૌટિલ્ય કૃત પ્રશ્ન સંપુટ આર જમનાદાસની કંપની બુકમાં પાના નં. 74 ઉપર આદિવાસી માટે એવું લખેલ છે કે ગામડાઓ અને આદિવાસી સમાજમાં વેશ્યાઓની પ્રવૃત્તિઓ નિરંકુશ રીતે ચાલ્યા કરે છે.’ આ વાક્યથી આદિવાસી સમાજનું અપમાન થયું છે. અને જો  આ લખાણ દૂર કરો કરવામાં નહિ આવે તો આદિવાસી સમાજના યુવાનો આવા પ્રકાશકો અને લેખકોને છોડશે નહિ.