નવસારી: હાલમાં નવસારી જિલ્લામાં સતત અકસ્માતોની ઘટનાઓ બની રહી છે ત્યારે ફરી એક આક્સ્માંતની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. ગતરોજ નવસારીના કસ્બામાં ધોળાપીપલા માર્ગ પર કન્ટેનર અને સીએનજી ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં કન્ટેનર ઇકો કાર પર પડતા કારનો ભુક્કો થઈ ગયો હતો.

જુઓ વિડીયો..

આ અકસ્માતમાં કારમાં જ સવાર પાંચ લોકોના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા. ઘટના જાણ થતા જ પોલીસ અકસ્માત સ્થળે દોડી આવી હતી અને મૃતકોના મૃતદેહ બહાર કાઢવાની પ્રક્રિયામાં લાગી ગઈ હતી આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બે મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી