સુરત: વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ પર્યાવરણને પ્રદુષણ મુક્ત બનાવવા વિવિધ સેમિનારો યોજાઈ રહ્યા છે જેમાં પર્યાવરણને બેહતરી માટે કામ કરતી સંસ્થાઓ અને પર્યાવરણવિદો ચર્ચા-વિચારણા થઇ રહી છે ત્યારે ગજેરા ગ્લોબલ સ્કૂલ સૂરત પર્યાવરણ લક્ષી શિબિરમાં લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક નીલમ પટેલ દ્વારા પણ પર્યાવરણને કેવી રીતે બચાવી શકાય અને તેના બહેતરી માટે કેવા પગલાં લેવા જોઈએ તેની વાતો કરી હતી.

હાલમાં ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ મળીને પર્યાવરણને લઈને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અનેક પ્રવૃતિઓ આદરી છે જેના સંદર્ભેમાં ગજેરા ગ્લોબલ સ્કૂલ સૂરત પર્યાવરણ લક્ષી શિબિરમાં શ્રી નીલમભાઈએ વકતવ્ય આપ્યું.

નીલમભાઈ દ્વારા હરિત અર્થતંત્ર વિકસાવવાની વાત કરવામાં આવી આ એક એવી અર્થ વ્યવસ્થા જેના ફલ સ્વરૂપે સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ઘટાડો કરવામાં સફળતા મળશે નું જણાવ્યું હતું. આ ઉપરાંત રોજિંદા જીવનમાં પર્યાવરણને નુકસાન ન થાય એનું ધ્યાન રાખી પ્રવૃતિઓ કરવામાં આવે તો આપણે આપણી આવનારી પેઢીને એક સારા પર્યાવરણની ભેટ આપવામાં સફળ બની શકીશું.