ચીખલી: પર્યાવરણ માટે અને માનવીના આયુષ્ય માટે ખતરનાક એવા ક્વોરી ઉદ્યોગો ધીમે ધીમે અનુસૂચી 5 એટલે આદિવાસી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પનપી ચુક્યો છે ત્યારે ચીખલી તાલુકામાં ચાલતા ક્વોરી ઉદ્યોગોમાં ચાલતી મોટે ભાગની કવોરીઓ ગેરકાયદેસર રીતે ચાલે છે.

Decision News સાથે વાત કરતાં BTTS સંગઠન ગુજરાતના પ્રમુખ પંકજ પટેલ કહે છે કે ચીખલી કોલેજ થી રાનકુવા સુધીમાં જે ક્રસર પ્લાંટો આવ્યા છે એમાંથી નીકળતી પથ્થરની રજકણોથી અવાર નવાર અકસ્માતો સર્જાય છે કવોરીઓની આજુબાજુ આવેલી ખેતીમાં પાક પણ થતો નથી ક્વોરી ઉદ્યોગોની આજુબાજુમાં આવેલા ગામોમાં રોજેરોજ ભૂકંપની અનુભૂતિ થાય છે છતાં તંત્ર ક્વોરી ઉદ્યોગો પર કોઈ પણ કાર્યવાહી કરતી નથી એથી ઓછું હોય એમ અવાર નવાર ક્વોરી ઝોનની માંગણીઓ ક્વોરી એસોસિએન દ્વારા કરવામાં આવે છે અગાઉ પણ BTTS સંગઠન દ્વારા ક્વોરી ઝોનનો વિરોધ કરવામાં આવ્યો હતો એ વિરોધ ને જોતા ક્વોરી એસોસિયનની માંગ સંતોષવામાં આવી ન હતી હવે ફરી પાછી ક્વોરી ઝોનની માંગ ક્વોરી એસોસિઅન દ્વારા કરવામાં આવી છે જેનો BTTS સંગઠન વિરોધ કરે છે.

આવનારા ટૂંક સમયમાં જ ચીખલી તાલુકાના આ ક્વોરી ઉદ્યોગો વિરૂધ્ધ નવસારી કલેકટરશ્રીને BTTS દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે એમ પણ તેમણે ઉમેર્યું હતું હવે આ બાબતે તંત્ર શું એક્શન લે છે તે જોવું રહ્યું.