ચીખલી: આજરોજ ઘોડવણી ગામના ચીખલી તાલુકાના 1-એપ્રિલ-2022 ના રોજ ભરતભાઈ મેરવાનભાઈ પટેલ અને પ્રકાશભાઈ મેરવાનભાઈ પટેલ લે APL કાર્ડમાં અનાજ ચાલુ કરવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.
અરજદાર દ્વારા Decision Newsને જણાવ્યું હતું કે અમો અરજદાર જણાવેલ સરનામે રહી મજૂરીકામ કરી પોતાનું તથા પરિવારનું જીવન ગુજરાન ચલાવું છું હમારી આર્થિક પરિસ્થિતિ સારી નથી હમો આદિવાસી છીએ હમો રેશનકાર્ડ નંબર:૧૨૪૦૦ ૫૦૦૩૩ ૦૦૬૨૧ થી ધારણ કરીએ છીએ અને ફોર્મ નંબર:૪૪૬૩૦૦૭ APL કાર્ડમાં સ્કોર:૨૯ છે. અને મારા પરિવારમાં ૧૨ સભ્યો છે. અમારા ગામે -૧૩૯૧૮-ઘોડાવણી નારણભાઈ બી પટેલ વ્યાજબી ભાવની દુકાનમાંથી છેલ્લું અનાજ તા:૯-ફેબ્રુઆરી-૨૦૧૯ માં મેળવેલ હતું ત્યારબાદ સ.ન.૨૦૨૦ અને સ.ન.૨૦૨૧માં પણ અમોને અનાજ મળેલ નથી.
ત્યાર બાદ ઘોડાવણી ગામના પૂર્વ સરપંચશ્રી ગુણવંતભાઈ કિકાભાઈ પટેલ એમણે કહ્યું હતું અને મેરવાનભાઈ આયતાભાઈ પટેલ મામલતદાર ચીખલી ખાતે રજૂઆત કરી રેશનકાર્ડ છુટા પાડવામાં આવ્યા હતા.પરંતુ મામલતદાર કચેરીમાં રજુઆત કરવા છતાં APL કાર્ડમાં સ્કોર ૨૯ હોવાથી મંજુર કરતા નથી તો આપ સાહેબશ્રીને નમ્ર અરજ છે કે મેરવાનભાઈ આયતાભાઈ પટેલને વ્યાજબી ભાવની દુકાનમાંથી અનાજ મળી રહે એવી સગવડ કરવી જોઈએ.

