વઘઈ: ગુજરાત રાજ્યમાં હાલમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોત-પોતાના 2022ની વિધાનસભાની ચુંટણીમાં વિજય મેળવવા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પૂરો જોશ લગાવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ડાંગ દ્વારા વઘઇ ગામમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબઆમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના મુજબ આમ આદમી પાર્ટી ડાંગ દ્વારા તારીખ 30 માર્ચ 2022 ના રોજ 173 વિધાનસભા ડાંગના વઘઇ ગામમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું જેમાં ડાંગ જીલ્લાના હોદેદારો તેમજ આમ આદમી પાર્ટી કાર્યકર્તા હાજર રહી આ તિરંગા યાત્રા સફળ કરી અને લોકો પણ સારો આવકાર આપ્યો હતો.

આ યાત્રા કરી લોકોને આમ આદમી પાર્ટીને પ્રજાની સુખાકારી માટે સત્તામાં લાવવાની કેટલી જરૂરિયાત છે તેના વિષે લોકોને માહિતગાર કરાયા હતા અને વર્તમાન સરકારના કાળા ચિઠ્ઠા લોકો સમક્ષ રાખ્યા અને લોકોને માહિતી આપી હતી.