વલસાડ: હાલમાં જ વલસાડ જિલ્લા કક્ષાની U- 17 ખેલકુંભની ટેકવિન્ડો રમતની સ્પર્ધા એસ.વી.પટેલ માધ્યમિક શાળા આસુરા મુકામે યોજાવામાં આવી હતી જેમાં ભગિની સમાજ હાઇસ્કૂલ ઉદવાડાની વિધાર્થીનીઓએ ભાગ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું

Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડની ભગિની સમાજ હાઇસ્કૂલ ઉદવાડાની વિધાર્થીનીઓએ આ સ્પર્ધામાં પોતાની પ્રતિભાનો પરચો બતાવ્યો હતો. જેમાં ( 1 ) સોનાલી એસ.ભોયા પ્રથમ ગોલ્ડમેડલ (32 kg) (2) તેજલબેન એમ ભોયા (ગોલ્ડમેડલ)(44-46 kg) (3) ઉર્મિલાબેન એસ રાથડ ( બોન્ઝ મેડલ ) (38-42 kg) મેળવ્યા હતા.

આ ત્રણેય વિધાર્થીનીઓને શાળાનું નામ રોશન કરવા બદલ ભગિની સમાજ હાઈસ્કૂલના આચાર્યાશ્રીમતી ચેતનાબેન પટેલ તેમજ શાળાના તમામ શિક્ષકો વતિ તમામ વિધાર્થીનીઓને શાળા પરિવાર વતિ અભિનંદન પાઠવ્યા હતા સાથે આ તમામ વિદ્યાર્થીનીઓને સ્પર્ધાની તમામ તૈયારીઓ કરવાનાર વ્યાયામ શિક્ષિકા શ્રીમતી સંગિતાબેન પટેલનો પણ શાળા પરિવાર વતી અભિવાદન કરવામાં આવ્યું હતું..