ગુજરાત: ગુજરાત હંમેશા વિકાસના મોડેલ માનવામાં આવે છે અને રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનનું પસંદગીનું રાજ્ય રહ્યું છે એમ કહેવામાં ખોટું નથી  જયારે પણ વિકાસની વાતો કરવામાં આવે છે ત્યારે ગુજરાતને મોડલ તરીકે પ્રસ્તુત કરાય છે ત્યારે આજે ગુજરાતની મુલાકાતે આવી રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિધાનસભામાં ઇતિહાસમાં પહેલી વખત સંબોધન કરવાના છે.

Decision Newsએ મેળવેલી માહિતી મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત વિધાનસભામાં ઇતિહાસમાં પહેલી વખત સંબોધન કરવાના છે જેની તમામ સભ્યોએ 10:30 કલાકે પોતાની જગ્યા લેવાની સુચના પણ આપી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિને સંબોધન ન થાય ત્યાં સુધી કોઈને ગૃહ ન છોડવા આદેશ પણ કરી દેવામાં આવ્યો છે. સવારે 11 કલાકે રાષ્ટ્રપતિનું સંબોધન રાખવામાં આવ્યું જે એક કલાક સુધી ચાલશે. વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિમાં આ નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને ગૃહનો એક કલાક સમય વધારી દેવામાં આવ્યો છે.

વિધાનસભા ગૃહમાં પોલીસ રાષ્ટ્રગીત વગાડશે..અને રાષ્ટ્રપતિના સંબોધન પૂર્ણ થયા બાદ સભ્યો પોતાની બેઠક પર ઊભા થશે.સંબોધન પૂર્ણ થયા બાદ બપોરે એક વાગ્યે વિધાનસભાગૃહ ફરી મળશે