વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ચારણવાડા ગામની ખોડિયાર હોટલની સામે અજાણ્યા કારણસર આગ લાગી ગઈ હતી જેમાં રોડ બનાવતી વખતે કપાયેલા સરકારી વૃક્ષોના કટિંગ પીસ રાખવામાં આવ્યા હતા જે આ આગની ઘટનામાં બળીને ભસ્મી ભૂત થઇ ગયા હતા.

જુઓ વિડીયો…

આ ઘટનાની જાણ થતા જ વાંસદા પોલીસજે અને ફાયર તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર આવી આગને કાબુમાં લેવાની કોશિશ કરી હતી. ચારણવાડા ગામમાં આ ઘટના થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આગને કાબુમાં લેવા માટે ઘણી જહેમત ઉઠાવવી પડી હતી.