નવસારી: ગતરોજ નવસારી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની જિલ્લાના અન્ય વિભાગોમાં વહીવટી સરળતા ખાતર બદલી કરવામાં આવી છે. જિલ્લામાં ફરજ બજાવતા 10 PSI ની બદલી કરવામાં આવી છે.

જેમાં Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી કસ્ટોડિયલ ડેથ મામલે પહેલા સસ્પેન્ડ થયા બાદ આરોપી બનેલા અને ત્યારબાદ કેસમાં આરોપી બનતા કોર્ટ કસ્ટડીમાં રહેલા PSI એમ.બી. કોંકણી (લીવ રિઝર્વ) અને જી.એસ.પટેલ (લીવ રિઝર્વ) ફરજ પર હાજર રહ્યા હતા. ત્યારે PSI એમ.બી. કોંકણીની વાંસદામાં જયારે જી.એસ.પટેલની એલ.આઈ.બી ખાતે બદલી થઈ છે.

આ ઉપરાંત શહેરમાં ડાયમંડ છેતરપિંડીમાં ગોવા અને રાજસ્થાનથી આરોપીઓની ધરપકડ કરનારા પેરોલ ફર્લો સ્કોવોર્ડના PSI મનોજ પાટીલને LCB માં બદલી થતાં શિરપાવ મળ્યો છે. મનોજ પાટીલે જિલ્લામાં નોંધપાત્ર કામગીરી કરતા હાલમાં જ ડાયમંડ મર્ચન્ટ એસોશિએશન દ્વારા જિલ્લા SP, ટાઉન અને LCB ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.