વલસાડ: દક્ષિણ ગુજરાતમાં માનવામાં ન આવે એવા સામાન્ય મામલામાં હત્યા થયાના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે ત્યારે વલસાડના જીલ્લામાંથી એક યુવક દ્વારા એક ગુટખા માટે પોતાની મંગેતરની હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડના બોરલાઈમાં ગાંડાપાડા ફળિયાની આંબાની વાડીમાં સ્વિમિંગ પુલના બાંધકામમાં સુનિતા ધનગરિયા અને તેનો મંગેતર જગદીશ મજૂરી કામ કરતા હતા. જગદીશને ગુટખા ખાવાની આદત હોવાના કારણે તેણે સુનિતાને ગુટખા લઈ આવવા કહ્યું પણ સુનિતા ગુટખા લાવી નહિ જેના કારણે ગુસ્સે ભરાયેલા જગદીશે તેણીનું ગળું દબાવી હત્યા કરી નાખી અને આરોપી જગદીશ અન્ય 2 શ્રમિકોની મદદ મેળવીને સુનિતાની લાશને ઝાડ પર દુપટ્ટો બાંધી લટકાવી દઈ સુનીતાએ આત્મહત્યા કરી છે એવું ચિત્ર ચીતરવાનો પ્રયાસ કર્યો હતો આ વાતો પોલિસ તપાસમાં બહાર આવી જેના કારણે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ કેસમાં શૈલેષ પ્રજાપતિ અને ચંદુ પવારની સંડોવણી બહાર આવી છે તેથી ભિલાડ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. એમ જાણવા મળ્યું છે કે જે વાડીના સુનીતાની હત્યા થઇ હતી તેના માલિક દિનેશભાઈએ લાશને આપઘાત કરેલી હાલતમાં જોઈ ડરી ગયા અને તેમણે પોલીસ કાર્યવાહીમાં ફસાવું ન પડે તે માટે આકસ્મિક મોત થયું હોવાનું જાહેર કર્યું. પરંતુ સુનીતાનો પીએમ રીપોર્ટમાં હત્યાની આશંકા વાળો આવ્યો અને પોલીસ તપાસમાં સુનિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યુ હાલમાં આરોપીની ધરપકડ કરી પોલીસ કાર્યવાહી કરી રહી છે.











