ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આગામી 12મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે વર્તમાન અને પરિવર્તન એમ બને પેનલો દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં કરવામાં આવતા શિક્ષક વર્તુળમાં રાજકીય માહોલ ગરમાયો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ આગામી 12મી ફેબ્રઆરી શનિવારે ચીખલી કુમાર-કન્યાશાળામાં બપોરે 12 થી 3 કલાક દરમિયાન શિક્ષક સંઘની ચૂંટણી માટે મતદાન થનાર છે. કુલ 834 શિક્ષક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ આગામી ટર્મ ના હોદેદારો ને ચૂંટી કાઢશે. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં પરિવર્તન પેનલના પ્રમુખપદના ઉમેદવાર હિતેનકુમાર ચંદુભાઈ પટેલની આગેવાનીમાં બીએલઓના પડતર પ્રશ્નો નિરાકરણ જૂની પેન્શન યોજનાનું અમલીકરણ નિવૃત્ત વિષયક લેખો લાભો ને અગ્રીમતા, ત્રિપ્લ સી બાબતે શિક્ષકોને થયેલા અન્યાયનો તાત્કાલિક ધોરણે નિરાકરણ, ઓનલાઈન કામગીરીનું ભારણ ઘટાડવા, એચટાટ ના હાયર ગ્રેડની કામગીરી સહિતના એજન્ડાઓ સાથે મેદાનમાં છે. પરિવર્તન પેનલના પ્રચારમાં મહિલા શિક્ષિકાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ છે.

સમગ્ર તાલુકામાં શિક્ષકો આ વખતે પરિવર્તન મૂડમાં જણાઈ રહ્યા છે. પરિવર્તન પેનલમાં પ્રમુખપદ માટે હિતેશકુમાર ઉપરાંત ઉપપ્રમુખપદ માટે યોગેનસિંહ પરમાર મહામંત્રીપદ માટે નીતિનભાઈ પટેલ, ખજાનચી રવિકુમાર ટંડેલ સહમંત્રી માતાજી જીતેન્દ્ર કુમાર ધનગર મેદાનમાં છે. તો સામે વર્તમાન મહામંત્રી શંકરભાઈ તળાવિયા પ્રમુખપદ માટે કૌશિકકુમાર પટેલ, ખજાનચી અંકિત પટેલ અને સહમંત્રી માટે સુનીલ પટેલ સહિતના મેદાનમાં છે. કેટલાક જૂના જોગીઓના સથવારે આ પેનલ પણ પ્રચાર કરી રહી છે. તાલુકામાં પરિવર્તનની લાગણી વચ્ચે કોણ મેદાન મારશે એ તો પરીણામ બાદ જ ખબર પડશે. પરંતુ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીને લઈને શિક્ષક વર્તુળમાં રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે.