આહવા: આંબેડકર ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ પાર્ટી સંગઠન ને વધારે સુદ્રઢ બનાવવા સંગઠનની કામગીરીને અસરકારક બનાવવાનાં હેતુથી ડાંગ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત સીટનાં સંયોજકના એનરોલર્સની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Decision Newsને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આહવાના બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ડાંગ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત સીટનાં સંયોજકની તાલીમ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા તાલુકા સંયોજકને ડિજિટલ મેમ્બર શિપ તથા સંગઠનને વધારે સુદ્રઢ બનાવવા સંગઠનની કામગીરીને અસરકારક બનાવવાનાં હેતુ થી સાયોંજકને એનરોલર્સની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમાં પ્રદેશ કોંગ્રેસના મંત્રી વિભવ ગામિતએ તાલીમ આપી હતી. તેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી, પ્રદેશ મંત્રી તબરેઝ એહમદ, વઘઈ તાલુકા પ્રમુખ ગમન ભોયે, સુબીર તાલુકા પ્રમુખ ગુલાબ ચૌધરી, મહિલા પ્રમુખ લતાબેન પવાર, યુવા પ્રમુખ રાકેશ પવાર, સૂર્યકાંત ગાવિત, જમનાદાસ વાડેકર જી, આહવા તાલુકા યુવા પ્રમુખ સાલેમ પવાર , વઘઈ તાલુકા યુવા પ્રમુખ રવી છગનીયા, ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિધાન સભા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ તુષાર કામડીએ કર્યું હતું.