ડાંગ: આજરોજ ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આવેલ ડાંગ સ્વરાજ આશ્રમમાં મારુતિ સેવા પરમ ધર્મ ટ્રસ્ટ સુરત દ્વારા વસ્ત્રદાન માટે દીપ પ્રાગટય કરી આ ટ્રસ્ટ થકી ડાંગ જિલ્લાનાં જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રો પુરા પાડવામાં આવ્યા હતા.

Decision News મળેલી માહિતી મુજબ ” બે ટંક નું મળે ભોજન અને શરીર ને મળે રક્ષણ એજ માનવતા ની વ્યાખ્યા” ગરીબોની સદાય પડખે રહેનાર ગરીબ લોકોની જરૂરિયાત પૂરી કરનાર મારુતિ સેવા પરમો ધર્મ ટ્રસ્ટ સુરત દ્વારા ડાંગ જિલ્લાનાં આહવા ડાંગ સ્વરાજ આશ્રમમાં મુરબ્બી વડીલ ગાંડા કાકાના શુભ હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સુરતના ટ્રસ્ટ દ્વારા 2 આઇસર ટેમ્પો ભરી કપડાં અને ધાબળાનું વિતરણની શરૂવાત કરી ડાંગ જિલ્લાનાં 5 -6 અલગ અલગ ગામડાઓમાં કપડાં વિતરણ કરવામાં આવ્યાં હતાં.

ટ્રસ્ટી..બાઈટ..

ડાંગ જિલ્લાનાં ગરીબ લોકોને વસ્ત્રો વિતરણ કરી આ ટ્રસ્ટ દ્વારા માનવતાં મહેકાવવામાં આવી હતી. છેલ્લા 3 વર્ષથી મારુતિ સેવા પરમો ધર્મ ટ્રસ્ટ દ્વારા દરેક સીઝનમાં જરૂરિયાત ધરાવનાર લોકોને અલગ અલગ વસ્તુઓનું વિતરણ કરી રહ્યું છે. આજે કપડાં અને ધાબળા મેળવનાર લોકોએ ટ્રસ્ટનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં ડાંગ આશ્રમના પૂજ્ય વડીલ મુરબ્બી ગાંડા કાકા, આહવા ગામનાં નવનિયુક્ત સરપંચ હરિચંદ ભાઈ , આયુર્વેદ ફાર્મસીના હિતેન્દ્ર ભાઈ ,આનંદ ભાઈ, યુવા મોર્ચા પ્રમુખ આઝાદ સિંહ બધેલ, સમાજ સેવક કમલેશ ભાઈ પાટીલ, ચેતનભાઈ પાટીલ યુવા મોર્ચા પ્રમુખ આઝાદ સિંહ બધેલ અને ટ્રસ્ટ ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.