ધરમપુર: ગતરોજ ધરમપુરના અંતરિયાળ વિસ્તારના સિંગારમાળ ગામ ખાતે યુવાનોને પ્રોત્સાહન અને યુનિટી માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભારતીય જનતા પાર્ટીના વલસાડના યુવા મોરચાના મહામંત્રી પ્રભાકર યાદવ અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુરના અંતરિયાળ વિસ્તારના સિંગારમાળ ગામ ખાતે યુવાનોને પ્રોત્સાહન અને યુનિટી માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું જેમાં ભારતીય જનતા પાર્ટીના વલસાડ જિલ્લાના યુવા મોરચાના મહામંત્રી પ્રભાકર યાદવ યુવા મોરચાના ઉપાધ્યક્ષ વિવેકભાઈ તાલુકાના પ્રમુખ નિખિલભાઇ ધરમપુર તાલુકાના મંત્રી બામણીયા પરશુરામ હાજર રહ્યા હતા જેમાં ૩૨ જેટલી અલગ અલગ ગામની ટીમોએ ભાગ લીધો.

વલસાડ જિલ્લાના યુવા મોરચાના મહામંત્રી પ્રભાકર યાદવ જણાવ્યું કે આપણા અંતરિયાળ વિસ્તારના યુવાનોમાં અલગ-અલગ રમતોમાં ખુબ જ ટેલેન્ટ રહેલું છે અમે માત્ર આ યુવાનોને ક્રિકેટ જેવા રમતગમતમાં આગળ વધવા માટે આ સ્થાનિક રમતોત્સવ યોજી યુવાનોની પ્રતિભા સામે લાવી તેને પ્રોત્સાહન આપી રહ્યા છે.