વલસાડ: આજે વલસાડ તાલુકાના દાંડી ગામમાં માનનીય પ્રધાનમંત્રીજીનાં 71માં જન્મદિવસ નિમિતે #sevasamarpamabhiyan અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ, તેમજ પ્રધાનસેવક શ્રી નરેન્દ્ર મોદીજી જન્મદિવસના અભિનંદન પાઠવતા પોસ્ટકાર્ડ ભારતીય જનતા યુવા મોરચા તેમજ ગામની મહિલાઓ દ્વારા લખીને મોકલવામાં આવ્યા
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ભારતીય જનતા યુવા મોરચા તેમજ ગામની મહિલાઓ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત દાંડી ગામના બીચની સાફ સફાઈ તેમજ લોકોને પ્લાસ્ટિક મુક્ત બીચ રાખવા માટે ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી.
આ પ્રસંગે યુવા મોરચા વલસાડ જિલ્લા પ્રમુખ સ્નેહીલ દેસાઇ, મહામંત્રી મયંક પટેલ, વલસાડ તાલુકા સંગઠન મહામંત્રી શ્રી અમ્રતભાઈ ટંડેલ, તાલુકા પંચાયત સભ્ય મહેશભાઈ પટેલ, દાંડી ગામના સરપંચ શ્રી લક્ષ્મીબેન, રોલા ગામના સરપંચ શ્રી ચિંતનભાઈ, વલસાડ તાલુકા યુવા મોરચાના પ્રમુખ મિતભાઈ વલસાડ શહેર પ્રમુખ મિહિર પંચાલ, મહામંત્રી હિરેનભાઈ તેમજ તેમની ટીમ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જુઓ આ વીડિઓ માં…