કપરાડા: ગતરોજ મોટાપોંઢા ગામમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના ૭૧માં જન્મદિન નિમિત્તે સેવા સમર્પણ કાર્યક્રમની અંતર્ગત સ્વચ્છતાના હેતુથી સ્થાનિક સ્તરે આવેલા તળાવની કિનારે સાફ-સફાઈ કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી જાણકારી મુજબ મોટાપોંઢા ગામમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના ૭૧માં જન્મદિન નિમિત્તે સેવા સમર્પણ કાર્યક્રમની અંતર્ગત સ્વચ્છતાના હેતુથી સ્થાનિક સ્તરે આવેલા તળાવની કિનારે સાફ-સફાઈ કરવામાં આવે છે. વરસાદી વાતાવરણમાં જ્યારે ગંદકી કારણે રોગચાળાના ભય વચ્ચે સ્વચ્છતા જાળવવી ખુબ જરૂરી છે ત્યારે આવા પ્રકારની ઉત્કૃષ્ટ કામગીરી ખરેખર પ્રસંશનીય છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય કેતનભાઈ, તાલુકા પંચાયત સદસ્ય જયાબેન, મહામંત્રી કલ્પેશભાઈ, બક્ષીપંચ મોરચા પ્રમુખ કમલેશભાઈ SC મોરચા પ્રમુખ પ્રવીણભાઈ, ગણેશભાઈ, રમેશભાઈ, નગીનભાઈ, મુકેશભાઈ, ચેતનભાઈ, ધીરેનભાઈ, શૈલેષભાઇ યુવા મોરચા સભ્ય દક્ષેશભાઈ, અંભેટી શક્તિ કેન્દ્ર પ્રમુખ રતિલાલભાઈ કલ્પેશભાઈ તથા મોટી સંખ્યામાં કાર્યકરો તથા શિક્ષક સ્ટાફ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.