ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાના ગામોના તલાટીકમ મંત્રી મંડળ દ્વારા સરકારશ્રીમાં હાલમાં પણ પડતર પડી રહેલા પ્રશ્નોનાં ઉકેલ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ઝડપથી આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની અરજ કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત રાજ્ય તલાટીકમ મંત્રી મહામંડળ દ્વારા તેઓનાં પડતર પ્રશ્નોનાં હકારાત્મક ઉકેલ માટે રાજ્ય સરકારમાં વારંવાર રજુઆતો કરવા છતાંય સુખદ ઉકેલ ન આવતા કારોબારી સભાનાં નિર્ણય મુજબ તેઓ અગામી દિવસોમાં તબક્કા વાર વિરોધ પ્રદર્શન કરશે.

ડાંગ જિલ્લા તલાટીકમ મંત્રી મંડળ દ્વારા પણ ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરતા જણાવ્યુ હતુ કે આપણી કક્ષાએ અમારી કેડરનાં પડતર પ્રશ્નો બાબતે સરકારમાં ભલામણ કરવા અમારી વિનંતી છે. અમારા પડતર પ્રશ્નોનો ઝડપથી ઉકેલ ન આવે તો અગામી દિવસોમાં ડાંગ જિલ્લાનાં તમામ તલાટીકમ મંત્રીઓ વિરોધનાં તબક્કા વાર કાર્યક્રમોમાં જોડાશે એમ જણાવ્યું હતું.