ધરમપુર: પ્રતિભા ન વિસ્તાર નડે ન પરિસ્થિતિ જેનું ઉદાહરણ પૂરું પાડયુ છે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના ઉભરતા આદિવાસી ક્રિકેટરરે ગુજરાતની અંડર-19 ટીમમાં વિનુ માંકડ ટ્રોફી-2021-22 માટે પસંદગી પામી પૂરું પાડયુ છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની મેન અંડર-19ની જાહેર થયેલી વિનુ માંકડ ટ્રોફી-2021-22 માટે ટીમમાં ધરમપુરના ગરીબ આદિવાસી પરીવારના રબાડા નામથી જાણીતા ફાસ્ટ બોલર વિકાસ માહલાના સમાવેશ કરવામાં આવતા ધરમપુર પંથકમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. અમદાવાદમાં યોજાયેલા GCAના કેમ્પમાં સિલેક્ટર્સને પોતાની ફાસ્ટ બોલિંગથી પ્રભાવિત કર્યા હતા

વિકાસ માહલા જણાવે છે કે હું સિલેક્ટર્સનો મારી પસંદગી કર્યા બદલ ખુબ ખુ આભાર માનું છું અને મને ક્રિકેટ રમવા સતત પ્રોત્સાહન અને આર્થિક સહયોગ આપનારા ધરમપુરના નીલકંઠ પટેલ અને વલસાડના કોચ હેમંત પાંચાલ, સંતોષ દેસાઈ, પ્રવીણ બલસારા, અર્જુન ટંડેલ અને મિત્ર પાર્થ મોદી, રોયલ ગ્રુપ વાલોડ ફળીયાનો આભાર માનું છું