નવગુજરાત ફોટોગ્રાફ

ડાંગ: વઘઇથી સાપુતારા જતાં માર્ગમાં અકસ્માતોનો સિલસિલો થમવાનું નામ નથી લેતો અવાર-નવાર આ રસ્તા પર અકસ્માતની ઘટના બનતી જ રહે છે ત્યારે તેમાં ઉમેરો થતો હોય એમ ગતરોજ સાપુતારા માલેગાવ ઘાટમાર્ગમાં મહારાષ્ટ્રના સંગમનેરથી ટામેટા ભરી અમદાવાદ તરફ જતાં ટેમ્પા પલટી મારી ગયો હતો.

નવગુજરાત સમયના અહેવાલમાંથી Decision Newsએ મેળવેલી માહિતી પ્રમાણે સાપુતારા માલેગાવ ઘાટમાર્ગમાં મહારાષ્ટ્રના સંગમનેરથી ટામેટા ભરી અમદાવાદ તરફ જતાં ટેમ્પા નંબર એમ.એચ. ૧૭ બી.વાય ૭૭૭૫ ના ચાલકે માલેગામ ઘાટમાર્ગમાં માર્ગ ઉપર પુર ઝડપે હંકારી લાવી ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકાબુ બનેલ ટેમ્પો માર્ગ સાઇડે પલટાવી દેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટેમ્પાના ચાલક અને ક્લીનરના બંનેના પગ ફેક્ચર થતાં ૧૦૮ દ્વારા શામગહાન રેફરલ હોસ્પિટલથી વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

શામગહાન નજીક ત્રણ રસ્તા પાસે પણ સાપુતારાથી વઘઇ તરફ જતા ટેમ્પાના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા માર્ગની સાઈડે ભેખડ સાથે અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટામેટાના વેપારીને ભારે નુકસાન થયું હતું