ચીખલી: આજરોજ નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં ડબલ હત્યા કેસના આરોપીઓની તાત્કાલિક ધરપકડ ન કરી ભીનું સંકેલવાના પેતરાના વિરોધમાં માંગણીની ઘટના પ્રકાશમાં આવી છે આદિવાસી સમુદાયના લોકોનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ તાજેતરમાં નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં પોલીસની ભૂડી ભૂમિકા અને રક્ષક જ ભક્ષક બનેલ જેમાં ડાંગ જિલ્લાના વઘઈના આદિવાસી સમાજના બે નાની ઉંમરના છોકરાઓને ગેરકાયદેસર અપહરણ કરી બિનઅધિકૃત રીતે અટકાયત કરી અને ચીખલી પોલીસ સ્ટેશનમાં ઘણાં દિવસો સુધી ગોંધી રાખી ભૂખ્યા અને તરસ્યા રાખી માનવ અધિકારોનો ભંગ કરી આ બંને છોકરાઓને પોલીસે ખોટી રીતે સખત માર મારી કેબલ વાયરથી ગળે ફાંસો આપી જાનથી મારી નાખી એક જ પંખા ઉપર બંનેને લટકાવી દેવામાં આવ્યા અને આત્મહતાયમાં ગુનો ખપાવી દેવાનું ષડ્યંત્ર હત્યા કરી પુરાવાઓનો નાશ કરી અને ચોક્કસ રીતે બચવા કરવા ખોટા ફરિયાદી ઉભા કરી હત્યા પામનાર વિરૂદ્ધ હત્યાના ત્રણ દિવસ બાદ ચોરીની ખોટો એફ.આઈ.આર કરી હતી.
ઉલ્લેખનીય છે કે ચીખલી પોલીસના જવાબદાર અધિકારીઓ એ ગુનો આચરેલ હોવા છતાં જબાંજ ડી.એસ.પી સાહેબે પોતાના પોલીસને બચાવવા મોડી એફ. આઈ.આર કરી ગુનામાં ભીનું સંકેલવા સમય આપેલ છે.