ડાંગ: જિલ્લામાં આજરોજ તારીખ 10 ઓગસ્ટના રોજ દિવાળી ટ્રસ્ટ અને બહુજન સમાજ પાર્ટીના મહામંત્રી માન્ય શ્રીમાન પરેશભાઈ ગાંવીત મળીને લોકોની સેવામાં પુરું પાડવાના ઉદ્દેશથી જરૂરીયાતમંદ વિધવા બહેનો અનાજકીટ આપવામાં આવી હતી

DecisionNewsને મળેલી માહિતી પ્રમાણે ડાંગના ભીસ્યા ગામ અને અન્ય બીજા ગામોમાં પણ દિવાળી ટ્રસ્ટ અને બહુજન સમાજ પાર્ટીના મહામંત્રી માન્ય શ્રીમાન પરેશભાઈ ગાવીત મળીને લોકોની સેવામાં પુરું પાડવાના ઉદ્દેશથી જરૂરીયાતમંદ વિધવા બહેનોને 25 કિલોની અનાજકીટ આપાઈ હતી આ પ્રસંગે બહુજન સમાજ પાર્ટી માન્ય મહામંત્રી પરેશભાઈ ગાવીતનો આભાર માન્યો હતો.

પરેશભાઈએ Decision News સાથે વાતચીત કરતાં જણાવ્યું કે અમે હર હંમેશા ડાંગની જનતા માટે સુખ અને દુઃખમાં સાથ આપીશું અને જરૂરીયાતમંદની સેવા કરવી એનાથી મોટી કોઈ સેવા નથી તેમણે કહ્યું કે ગ્રામો ઉત્થાન માટે એકબીજાને મદદરૂપ બનવું સમયની માંગ છે.