નવસારી: નવસારી શહેરમાં બાઇકચાલકો બેફામ ફરતા હોવાના કારણે ઘણા અકસ્માતો નોંધાય રહ્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માત નવસારીના જુનાથાણા પાસે આવેલી શ્રી રામ ડેરી પાસે 70 વર્ષીય રિટાયર્ડ જયંતીભાઈ શાહ નામના વ્યકિતને એક બાઈક ચાલકે અડફેટે લઈ ફંગોળતા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જે ઘટના CCTVમાં કેદ થયો હતો.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે નવસારી કોર્ટમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા અને હાલ રિટાયર્ડ જયંતિ શાહ કોઈ સંબંધીને ત્યાં સુખડી વહેંચવા માટે જઈ રહ્યા હતા, ત્યારે શ્રીરામ ડેરીથી થોડે દુર તેઓ રસ્તો ઓળંગી રહ્યા હતા, યુવાનો ફૂલ સ્પીડમાં બાઈક પર આવતા વૃદ્ધને અડફેટે લીધો હતોજેના કારણે વૃદ્ધને પગમાં ઇજા થવા પામી હતી હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
આ સમગ્ર મામલે વૃદ્ધના પુત્ર હાર્દિક શાહના જણાવ્યા મુજબ હાલમાં તેવો નવસારીના ઓરેંજ હોસ્પિટલમાં પિતાની સારવાર કરાવી રહેલા પુત્ર હાર્દિક શાહનું કહેવું છે કે જરૂરી રિપોર્ટની કાર્યવાહી શરૂ થઇ છે અને પિતાની તબિયત બહેતર થતાં તેઓ બાઇક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે હાલમાં સમગ્ર ઘટના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ચુકી છે