દાનહ: આજરોજ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત પ્રાથમિક શાળામાં 2 ઓગસ્ટ 2021ની દાદરા નગર હવેલી મુક્તિ દિવસ અને 15 અગસ્ટ 2021ના સ્વતંત્ર દિવસની ઉજવણી વિશે સ્થાનિક આગેવાનોએ મળીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત સભ્યો પ્રમુખ શ્રીમતી નિશા ભવાર અને પ્રમુખ કાર્યકરો અધિકારી એમ.એચ ચાવડાની ઉપસ્થિતિમાં 2 ઓગસ્ટ 2021ના દિને અને 15 ઓગસ્ટ 2021ના સ્વતંત્ર દિવસની આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્યો અને તમામ ગ્રામ પંચાયતના સરપંચો અને સભ્યો એ હાજરી આપી હતી.

આ પ્રસંગે મુખ્ય કાર્યકર અને અધિકારીશ્રી એમ. એચ ચાવડા અને બેઠકમાં ઉપસ્થિત તમામને આવકાર આપી આજની બેઠક મળવાનો હેતુ સમજાવી ગ્રામ પંચાયત પર મુક્તિ દિવસને સ્વતંત્ર દિનની ઉજવણી કઈ રીતે કરવી તે અંગે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.