ડાંગ: આહવા તાલુકાની એક ૧૫ વર્ષીય સગીરાને માંડવી તાલુકાના એક ૨૭ વર્ષીય યુવાન દ્વારા ૨૯ જુને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયા બાદ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવાની ફરિયાદ યુવાન વિરુદ્ધ આહવા પોલીસ મથકે સગીરાનાં પિતાએ નોંધાવી છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના એક ગામમાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાને સુરત જિલ્લાના માંડવી તાલુકાના તીતોઈ ગામે રહેતો ૨૭ વર્ષીય હિરેન બાબુભાઈ ચૌધરી સાથે પ્રેમ સંબંધ હતો ગત ૨૯ જુને મળશકે ૨ થી ૬ કલાક દરમ્યાન હિરેન સંગીરનાં ધરે જઈ તેણીને બાઈક પર લગ્ન કરવાનાં ઈરાદે ભગાડી લઈ ગયો હતો અને તેણે સંગીર સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. સગીરાના પિતાએ સગીરાની શોધખોળ કરતાં ખબર પડી કે હિરેન ચૌધરી ભગાડી ગયો છે ત્યારબાદ તેઓ સગીરાને હિરેન પાસેથી લઇ આવ્યા હતા

પિતા સાથે પાછી આવેલી સગીરાએ પિતાને જણાવ્યું કે હિરેન તેની સાથે શારીરિક પણ બાંધ્યા છે. સગીરાના કહ્યા પિતાએ બુધવારે રાત્રે આહવા પોલીસ મથકે હિરેન ચૌધરી વિરુદ્ધ બળાત્કાર અને પોક્ષો નો ગુનો નોંધાયો હતો. અને આગળની તપાસ હાથ ધરી છે.