પારડી: વલસાડમાં નવનિયુક્ત પારડી તાલુકાની ભાજપ યુવા મોરચાની ટીમ દ્વારા ભારતીય જનતા યુવા મોરચાના પારડી તાલુકાના પૂર્વ પ્રમુખ અને અંબાચ તાલુકા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયત પારડીના દંડક શ્રી અંકિતભાઈના જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું

અંકિત પટેલ Decision News સાથે વાત કરતા જણાવે છે કે મારો જન્મદિવસ અલગ રીતે ઉજવવા માટે વૃક્ષારોપણ અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ અમે પારડીના ડુમલાવ ગામમાં ૫૦ વૃક્ષોનું રોપણ કર્યું હતું મયંક પટેલનું કહેવું છે કે અમે વૃક્ષારોપણથી પારડી શહેરને સ્વચ્છ, રળીયામણું અને ઉર્જામય તથા પ્રદૂષણ મુક્ત બનાવવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે આજના અંકીતભાઈના જન્મદિવસની શુભકામના અમારી યુવા મોરચા ટીમે વૃક્ષારોપણ કરી પાઠવી છે. જુઓ આ વિડીયોમાં..

Decision Newsને મળેલી માહિતી મુજબ જેમાં વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી મયંક પટેલ પારડી તાલુકા યુવા મોરચાના પ્રમુખ અભી ભંડારી, મહામંત્રી જીગ્નેશભાઈ બાવળા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી જીતેશભાઈ અને યુવા મોરચાની નવનિયુક્ત ટીમ અને યુવા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા