ધરમપુર: છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પાછો ખેંચાયો હતો પરંતુ હવે ફરીથી ચોમાસું સક્રિયા થઇ ગયું છે એમ ધરમપુર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અગાઉ પડેલા વરસાદને કારણે અનેક ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું હતું પરંતુ વરસાદ ખેંચાતા તેઓ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. આજે ધોધમાર વરસેલા વરસાદ કારણે ખેડૂતોમાં રાહત જોવા મળી હતી.
ધરમપુર તાલુકાના આસપાસના ગામોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો શહેરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા જેના કારણે થોડી વાર માટે વાહન વ્યવહાર ખોળવાયો હતો જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. જુઓ આ વિડીયોમાં..
Decision Newsને મળેલી માહિતી અનુસાર ધરમપુર તાલુકામાં થોડા દિવસ આરામ કરી પાછા ફરેલા વરસાદના આગમનથી ડાંગરના જેવા પાકોને નવું જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.