નવસારી: ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં બધાજ પક્ષો ચુંટણીમાં પોતાને વિજયી બનાવવા પોત-પોતાનું જોર લગાવશે ત્યારે દક્ષિણ ગુજરાતની ભારતીય ટ્રાઇબલ પાર્ટી પણ પોતાનું વચસ્વ વધારવા પોતાની ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેનાને મેદાનમાં રણનીતિ સાથે ઉતારી રહી છે.
Decision News સાથે વાત કરતાં ગુજરાત પ્રદેશ મહામંત્રી પંકજ પટેલ જણાવે છે કે આવનાર દિવસોમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી તેમજ ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેનાને ગામેગામ ઘરે ઘર સુધી લઈ જઇ ઓટલા મીટીંગો યોજી લોકોને સંગઠન તેમજ પાર્ટીમાં જોડી સંગઠન અને પાર્ટીને મજબૂત બનાવવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવશે અને ખૂબ જ ટૂંક સમયમાં મોઘવારી અને બેરોજગારીના મુદ્દે અલગ અલગ કાર્યક્રમો યોજી લોકોનો અવાજ સરકાર સુધી પહોંચેએ માટે કાર્યક્રમો કરવામાં આવશે.
ગતરોજની દેગામની મીટીંગમાં BTTS ના ગુજરાત પ્રદેશ મહામંત્રી બન્યા બદલ પંકજ પટેલ સ્વાગત કરવામાં આવ્યું હતું અને નવસારી જિલ્લાના આવનારા સમયમાં ગામે-ગામમાં યોજાનારી મિટિંગોનું આયોજન કરી કેવી રીતની રણનીતિ અપનાવવામાં આવશે તે મુદ્દે મળેલી મીટીંગમાં BTTS/BTPના ચીખલી ખેરગામ નવસારી વાંસદા ગણદેવી તાલુકાના અધ્યક્ષો, મહિલા મોરચાની પ્રમુખો અને નવસારી જિલ્લા BTP/ BTTS ના અધ્યક્ષ મહામંત્રી તેમજ હોદ્દેદારોએ હાજરી આપી હતી.