કપરાડા: આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં લોક ઉપયોગી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત ૬૬ કે.વી પાનસ સબસ્ટેશનની લોકોર્પણ વિધિ કરી લોક ઉપયોગી કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો.

Decision Newsને મળેલી જાણકારી અનુસાર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં લોક ઉપયોગી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત ૬૬ કે.વી પાનસ સબસ્ટેશનની લોકોર્પણ કરી કપરાડા વિસ્તારમાં જે અમુક ગામોમાં વર્ષોની વીજળીની સમસ્યાના દુર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોની માંગને અનુસરી આ કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે વલસાડના સાંસદ શ્રી કે.સી પટેલ, સ્થાનિક ધારાસભ્ય જુતુભાઈ ચૌધરી જી.પંચાયત કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત, જિ. ઉપપ્રમુખ મુકેશભાઈ પટેલ તા. પંચાયત પ્રમુખ મોહનભાઈ ગરેલ કપરાડા પ્રમુખ રમેશભાઈ ગાંવિત અને અન્ય હોદ્દેદારશ્રીઓ તથા GETCOના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા