વાંસદા:આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે અખા વિશ્વમાં યોગ દિવસ માનવવમાં આવે છે. આ નિમિતે આજ રોજ વાંસદાના જલારામ હોલ ખાતે વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Decision News ને મળતી માહિતી મુજબ આજરોજ વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ વાંસદાના જલારામ હોલ ખાતે યોજવામાં આવ્યો જેમા જીલ્લા મહામંત્રીશ્રી ભગુભાઇ પટેલ, જીલ્લા ઉપાધ્યક્ષશ્રી વિરલભાઈ, ભારતીય જનતા પાર્ટી વાંસદા તાલુકાના પ્રમુખશ્રી મણીલાલભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ સંજય બિરારી, રાકેશભાઇ શર્મા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શાંતુંભાઈ ગાંવિત, ઉપપ્રમુખ દશરથભાઈ, પી.એ સોલંકી, ગણપતભાઈ, બાબજૂભાઈ, મણીલાલભાઈ ગાંવિત, રાજુભાઈ મોહિતે, વિનયભાઈ સોલંકી, સંજયભાઈ પટેલ, અંતરિક્ષભાઈ, હિતેશભાઈ, સંગીતાબેન, આશિષભાઈ વગેરે જેવા તમામ મોરચાના હોદેદારો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

કપરાડા: કપરાડા ખાતે પણ આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે મહિલા સામખ્ય મંડળ કપરાડા દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવણી કરવામાં આવી.

બિપીન રાઉતના જણાવ્યા અનુસાર કપરાડા બારપૂડા ગામે મહિલા દ્વારા આજ રોજ કસરતો યોગ કરી યોગ વિશે માહિતી આપી કપરાડામાં સામખ્ય મંડળ પાંચ સેત્રે કામ કરે છે. શિક્ષણ પંચાયત કાયદા આર્થિક આરોગ્ય અને પર્યાવરણ અન્ય કામગીરી માહિલા કરે છે, આમ મહિલા મંડળ પ્રમુખ શ્રી રજવાડે સેફલિબેન એસ જણાયવું હતું કે આ કાર્યક્રમમાં ખાસ મહિલાઓ જેવીકે સગીતાબેન એસ ભોયા, કમળાબેન, ગણેશભાઈ, ભાવલયાભાઈ પવાર, વિલેસભાઈ જેવા સમાજ કાર્યકર્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.