દાનહ: પ્રેમ કરાતો નથી થઇ જાય છે અને પ્રેમ આંધળો હોય છે એમ કહેવામાં આવે છે પરંતુ પ્રેમના પરિણામો કયારેક ધર્યા કરતાં ઉલટા આવે છે આવી જ કંઈક ઘટના દાનહના પ્રેમી યુવક સાથે ઘટિત થયાની વાતો સામે આવી રહી છે આ યુવક સાથે યુવતિએ બેવફાઈ કરી અન્ય યુવક સાથે ભાગી ગઈ છે. પાંચ વર્ષથી પ્રેમ બાદ લગ્નની તારીખ પણ નક્કી થતા યુવતિ બીજા છોકરા સાથે ભાંગી જવાની ઘટનાએ લોકોમાં ચર્ચાનું વંટોળ ઉભું કરી દીધું છે.
Decision Newsને મળેલી માહિતી અનુસાર વાંસદાના દેવીપાડામાં રહેતા શૈલેષ દાકલ સુરૂમને દાનહમાં રહેતી વંદના ત્રંબક ડાલકર સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો.બંનેના પરિવારના લોકોને આ સબંધ અંગે જાણ હતી બંનેના પરિવારો એમના લગ્ન કરાવી આપવા તૈયાર હતા પણ યુવતી ધો.12 પછી આગળ ભણવા માંગતી હતી એટલે વંદનાને ધરમપુરમાં લેબ ટેક્નિશિયન માટે એડમિશન લીધું હતું બે વર્ષનો કોર્સ પૂરો કર્યા બાદ સેલવાસ ત્રણ મહિનાનો પ્રેક્ટિકલ કોર્સ હતો જે પૂર્ણ થયા બાદ બન્નેએ પરિવારને મળી 30 એપ્રિલે લગ્ન કરવાનું ફાઈનલ હતું. પણ કોરોનાને કારણે આ શક્ય બન્યું નહિ
યુવકનું કહેવું છે કે લોકડાઉન બાદ લગ્ન કરવાના નિર્ણયના કારણે મેં જમણવાર,મંડપ સહિતનો ઓર્ડર આપી એડવાન્સ પેમેન્ટ પણ ચૂકવી દીધેલું. પણ વંદના કાકડમટી ગામના કેતન જોડે ભાગી ગઈ છે. મારા પરિવાર દ્વારા વંદનાના પરિવાર પાસે વંદના પાછળ કરેલો ખર્ચ માગતા પરિવારે ખર્ચ આપવાની ના પાડી ઝઘડો કરી હુમલો કર્યો હતો. આ કારણોસર અમે ખાનવેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.