ધરમપુર: ગુજરાત સરકાર આદિવાસી ગ્રામીણ વિકાસ માટે લાખો રૂપિયા ફાળવતી હોય છે પણ આદિવાસી વિસ્તારોમાં તંત્રમાં બેઠેલા કામચોર અધિકારીઓ પોતાના ભાગે આવેલા કામોમાં ભ્રષ્ટાચાર કરવાની સીમા પણ વટાવી જતાં અચકાતા નથી આવો જ એક ભ્રષ્ટાચાર કિસ્સો ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામમાં બાંધવામાં આવેલા પાણીના ચેક ડેમનો સામે આવ્યો છે.
Decision Newsને મળેલી માહિતી અનુસાર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામમાં વર્ષો પહેલા બનાવેલા ચેકડેમનું રીપેરનું કામ ચાલી રહ્યું હતું જેમાં ગામના લોકોને ભ્રષ્ટાચાર થઇ રહ્યાની ગંધ આવતા તેમણે તેમના પ્રતિનિધિ અપક્ષના નેતા કલ્પેશભાઈ પટેલને આ બાબતે ધ્યાન દોર્યું અને તેમણે આ ઘટનાની તપાસ કરવા સ્થળની મુલાકાત લીધી તે દરમિયાન તેમને પણ ચેકડેમમાં વાપરવા માટે આવેલ મટીરીયલ જોતા કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યાની જણાયું અને તેમણે જવાબદાર અધિકારીઓ પાસે આ ચેકડેમના એસ્ટીમેન્ટની માંગણી કરી પણ આ ભ્રષ્ટ અધિકારો પોતાની પોળ ખુલી જવાના બીકે કલ્પેશભાઈને ક્યારેક ૭ લાખ ૭ લાખ ૯૧ હાજર વગેરે જણાવી રહ્યા છે ગામના સરપંચને ૯ લાખનું એસ્ટીમેન્ટ હોવાનું જણાવવામાં આવી રહ્યું હોવાનું કલ્પેશભાઈ જણાવે છે.
ગતરોજ વલસાડના B.E અધિકારી ચેકડેમનું નિરીક્ષણ કરવા આવ્યા હતા ત્યારે કલ્પેશભાઈ દ્વારા તેમને આ ભ્રષ્ટાચાર વિષે જણાવવામાં આવ્યું ત્યારે સાહેબે શું કહ્યું એ વિષે પ્રશ્ન પૂછતા કલ્પેશભાઈ Decision Newsને જણાવે છે કે ‘મેં  સ્થળ નિરીક્ષણ માટે આવેલા મેહતા સાહેબ પાસે કામ બાબતનું એસ્ટીમેન્ટ માગ્યું તો તેમનો જવાબ એક ભ્રષ્ટ વ્યક્તિને શોભે એવો જ હતો તેમણે કહ્યું કે ‘7 વાગ્યા પછી હું અહી ઉભો ના રહું’ એમ હકી સ્થળ પરથી ચાલતી પકડી હતી થોડી વાર પછી ગામના રસ્તામાં સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો દ્વારા એસ્ટીમેન્ટ માંગતા વલસાડ ઓફિસ પર આવી ને લઈ જજો એવી વાત કરી આ અંગે ચેકડેમ રીપેર કરનારા કોન્ટ્રાક્ટર ઉત્તમભાઈને વાત કરતાં તેઓ પણ ગાળાગાળી પર ઉતરી આવ્યા હતા. આ બાબતે મારે સરકાર અને જિલ્લાના ઉચ્ચ વહીવટી અધિકારીઓને એ પૂછવું છે કે પ્રજાના ટેક્સના રૂપિયાથી પગાર લઇ પ્રજાના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરતા આવા કામચોર અધિકારીઓ ક્યાં સુધી પ્રજાના પસીના રૂપિયાથી પેટ ભરતા રહશે ? શું આવા અધિકારી કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક પગલાં લેવા માટે સરકાર સક્ષમ નથી ? ક્યાં સુધી આવા અધિકારી પ્રજાના રૂપિયા લૂટશે ? જો આ ભ્રષ્ટાચારને ધ્યાનમાં ન લેવામાં આવે તો આવનારા સમયમાં કચેરીમાં ધારણા કરવામાં આવે છે.