ડાંગ: દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં આજરોજ નવનિયુક્ત થયેલા બી.કે પંડયાનું કલેકટર ઓફિસમાં ૧૨:૩૦ કલાકે ડાંગના બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ મહેશ જી. આહિરે તરફથી અભિનંદન પાઠવી ફૂલનો ગુલદસ્તો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું

આ સ્વાગત દરમિયાન બહુજન સમાજ પાર્ટી પ્રમુખ મહેશ જી. આહિરે, તાલુકા પ્રમુખ પરેશ ગાવીત, ઉપપ્રમુખ સોનુભાઈ ચોર્યા, જયેશભાઈ ગાયકવાડ અને અન્ય પાર્ટીના સાથી મિત્રો પણ બી.કે પંડયાના સ્વાગત સમયે હાજર રહ્યા હતા.

Decision Newsને મળતી માહિતી અનુસાર બહુજન સમાજ પાર્ટી તરફથી ડાંગ જિલ્લામાં આજથી કલેકટરનો કાર્ય સંભાળનારા બી.કે પંડયાનું સન્માન કરી ડાંગ જિલ્લામાં આવનારા સમયમાં વિકાસના કામો આગળ ધપાવવા માટે અપીલ કરવામાં આવી હતી