પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

સુરત: વર્તમાન સમયમાં પ્રેમની વ્યાખ્યા શું કરવી એ મુશ્કેલી ભર્યો સવાલ બન્યો છે આજની ન્યુ જનરેશન કેવા પ્રકારના પ્રેમને સ્વીકારે છે એ જાણવું અઘરું બન્યું છે ત્યારે માંડવી તાલુકાનાં એક ગામમાં રહેતી 15 વર્ષીય સગીરાને એક યુવાને પોતાની પ્રેમજાળમાં ફસાવી અવાર નવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારતા ઘટનાની ફરિયાદ નોંધાય છે.

મળેલી વિગતો પ્રમાણે સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં ગામમાં રહેતી 15 વર્ષીય સગીરાને હરિયાલ ગામે બસસ્ટેન્ડની પાછળ રોડ ફળિયામાં રહેતા મહેશભાઇ કોળી પટેલે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી છેલ્લા બે વર્ષથી સગીરાને ઘરે તેમજ ઘરના વાડાના ભાગે લઈ જઇ તેણીની મરજી વિરુદ્ધ અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યો હતો.

આ ઘટના સંદર્ભે સગીરાની માતાએ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પોકસોની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.