પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ધરમપુર: આજે કેટલાંક માણસો માટે પ્રેમ એટલે શારીરિક સંબધ બાંધવું એ જ રહી ગયો છે આવા માહોલ વચ્ચે અવાર નવાર પરણીતાને અફેર કે નગ્ન ફોટા પતિને કે પરિવારને બતાવી દેવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાના કિસ્સાઓ મોટા પ્રમાણ પ્રકાશમાન બનવા લાગ્યા છે આવો જ એક કિસ્સો વલસાડના ધરમપુર તાલુકામાં પણ તાજેતરમાં પ્રકાસમાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ધરમપુરની 27 વર્ષીય પરિણીતાને ગામના એક ઇસમ દ્વારા એક વર્ષથી ઘરવાળાઓને કપડા વગરના નગ્ન ફોટા બતાવી દેવાની ધમકી આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હોવાની ફરીયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ઇસમ ધનસુખ છેદરભાઈ ગુમાડીયા છેલ્લા એક વર્ષ મહિલાને અવારનવાર ફોન કરી મળવા માટે બોલાવતો હતો. અને નહિ જતાં મહિલાને બદનામ કરવાની ધમકી આપતા અલગ અલગ જગ્યા જેમ કે વિલ્સનહિલ, માલનપાડા, નાનાપોંઢા સ્થળો પર ધનસુખ તેણીને લઈ જતો અને ઝાડીમાં તેણી સાથે મરજી વિરુદ્ધ શરીરસબંધ બાંધતો હતો.

આ બાબતે તેણીના ઘરે પતિ તથા સગાઓને પડેલી ખબરને લઇ તેણી સાથે કોઈ સંબંધ નહીં રાખવા ગામ રાહે રાખેલી બેઠકમાં પણ ધનસુખ ફરક્યો ન હતો. વારંવાર આ ટોચર અને ધમકીના કારણે આખરે કંટાળીને અંતે પરણીતાએ આ બાબતે પતિ તથા ઘરે વાત કરી ધરમપુર પોલીસ મથકે ફરીયાદ આપવામાં આવી છે.