દેવગઢ બારિયા: આજે યુવાનોમાં દરેક સમસ્યાનો હલ આત્મહત્યા છે એવો ભ્રમ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે પ્રેમમાં મળેલી નિષ્ફળતા હોય કે અન્ય કોઈ સમસ્યાનો ઉકેલ ના મળ્યો હોય બસ યુવાનો આપઘાત તરફ જ વળી જતા હોય છે ગતરોજ આવો જ એક વધુ પ્રેમી પંખીડાએ પ્રેમમાં મળેલી નિષ્ફળતાથી ફાંસો ખાઈ આત્મહત્યાનું પગલું ભર્યું છે.
મળેલી માહિતી મુજબ દેવગઢ બારિયાના દુધિયા ગામના ગમાર ફળિયામાં રહેતી 18 વર્ષિય વર્ષાબેન બારિયા જે 12મુ ધોરણ ભણે છે અને સીંગેડી ગામના સરસીયા ફળિયામાં રહેતો 20 વર્ષિય અર્જુનભાઇ ધારવા જે એસ.વાય.બી.એમાં અભ્યાસ કરે છે તેઓ બંને બંને પ્રેમ સબંધમાં હતા તેમણે ગતરોજ બંનેએ ગામના સીમાડે આંબાના ઝાડ ઉપર પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઇને જીવન લીલા સંકેલી લીધીની ઘટનાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે.
લોકો પાસેથી મળેલી વિગત અનુસાર જોઈએ તો આ બંનેના પરિવારો લગ્ન સંબધ બાંધવા રાજી જ હતા માત્ર શરત એ હતી કે બંનેનું એક વર્ષ બાદ લગ્ન કરવાનું ગોઠવ્યું હતું ઘટનાની જાણ થતાં સાગટાળા પોલીસે હાજર રહી વધુ તપાસ હાથ ધરી છે. લગ્ન થવાના જ હતા ત્યારે બંનેએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં સાગટાળા પોલીસે તપાસ શરૂ કરી છે.