પ્રતીકાત્મક ફોટોગ્રાફ

વાંસદા: વર્તમાન સમય અકસ્માતોનો સિલસિલો સ્થાનિક સ્તરે થમવાનું નામ નથી લઇ રહ્યા ત્યારે વાંસદા તાલુકામાં આવેલ સુખાબરી ગામના ડુંગરી ફળીયામાં સબ સેન્ટર પાસે ગત રોજ માર્ચના રોજ મોટર સાયકલ નં GJ ૨૧ AS ૧૯૧૫નો અકસ્માત સર્જાયો હતો

મળતી માહિતી મુજબ સુનીલ બારુક્ભાઈ ચવધરી નામના મોટર બાઈક ચાલક જેઓ ઉંમરકુઈના ચિકાર ફળિયામાં રહે છે તેઓ પોતાની મોટર સાઈકલ પુરપાટ ઝડપે હંકારતા સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા સુખાબરીમાં સબ સેન્ટર પાસે ખાડામાં પડી જતા તેમની પાછળ બેસેલા ચીમનભાઈ ગાંવિત નામના શખ્સ જે લાકડબારીના ઉપલું ફળિયાના રહીશને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે.

ઘટનામાં સુનીલ ભાઈને ઓછી ઈજા થતાં ૧૦૮ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ બનાવ અંગે મરનારના પિતા મના ધીરુભાઈ ગાંવિતે મોટર સાયકલ ચાલક વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વાંસદા પોલીસ દ્વારા આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે.