દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાના ગિરમાળ ગામે મંગળવારે સાંજે ગરીબ પરિવારના બંધ કાચા મકાનમાં આગ લાગતા આખું ઘર બળીને ખાક થયું હતું પરંતુ રાહતની વાત છે કે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.

મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ગિરમાળ ગામે રહેતા નિલેશભાઈ ગંગાજીભાઈના લાકડામાં બનાવેલા કાચા ઘરમાં મંગળવારે 4 વાગ્યાની આસપાસ અચાનક અકસ્માતે આગ લગતા ભયનો માહોલ જોવા મળ્યો છે.

આ ભયાનક આગમાં ઘર મિનિટોમાં જ બળી ગયો હતું. જોકે સદનસીબે આ ઘરનો પરિવાર શેરડી કાપવા બીજા જિલ્લામાં ગયું હોવાના કારણે કોઈ પણ જાનહાનીનો અણબનાવ બનવા પામ્યો ન હતો. બનાવની જાણ થતા વિભાગીય તંત્રના કર્મચારીઓની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી પોતાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને કામ અર્થે ગયેલા પરિવારને બનાવ અંગે જાણ કરવામાં આવતા તેઓ ઘરે આવવા રવાના થયાની જાણકારી હાલ મળી છે.